Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિવાદ વચ્ચે જીટીયુની ઓફલાઇન પરીક્ષા શરૂ : બીજી એક્ઝામ 15મીએ તથા ત્રીજી પરીક્ષા 25મીથી યોજાશે

9012 વિદ્યાર્થીઓમાંથી 8726 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા યોજવાના વિવાદ વચ્ચે આજથી ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે

શુક્રવારે સવારની પરીક્ષામાં 9012 વિદ્યાર્થીઓમાંથી 8726 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માત્ર 286 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. તે જ રીતે બપોરે 69 સેન્ટરો પરથી યોજાયેલી પરીક્ષામાં 124 પરીક્ષાર્થીઓ પૈકી 108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં માત્ર 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. આમ મહત્તમ પરીક્ષાર્થીઓએ પરીક્ષા  આપી હતી. જીટીયુએ 98 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો દાવો કર્યો છે

જીટીયુ દ્વારા આજથી ડિપ્લોમા અને ડિગ્રીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પ્રથમ ફેઝની ઓફલાઈન પરીક્ષા (GTU exam)શરૂ કરવામાં આવી છે.

પ્રથમ દિવસે ડિપ્લોમાં ફાર્મસી અને આર્કિટેક્ચર, બી.ફાર્મ તથા એમબીએ, એમસીએ, એમઈ, ઈન્ટીગ્રેટેડ, એમબીએ અને એમસીએના મહત્તમ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહ્યા હતાં.

કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને જીટીયુના ઓફલાઈન પરીક્ષાના નિર્ણયને વધાવી લીધો હોવાનું જીટીયુ દ્રારા જણાવાયું છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે જીટીયુ દ્વારા રાજ્યના 33 જિલ્લામાં 332 પરીક્ષા સેન્ટર પર પરીક્ષાનું  આયોજન કરવામાં આવ્યું હતું.આજની પરીક્ષામાં 9136 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. આ પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન માટેની સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. કુલપતિ અને પરીક્ષા નિયામક દ્વારા જુદાં – જુદાં પરીક્ષા સેન્ટર ખાતે સરપ્રાઈઝ વિઝીટ પણ કરવામાં આવી હતી.

ત્રણ તબક્કામાં પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 1લી જાન્યુઆરીથી શરૂ થશે. બીજી પરીક્ષા 15મી જાન્યુઆરી તથા ત્રીજી પરીક્ષા 25મી જાન્યુઆરીથી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1લી જાન્યુઆરીથ શરૂ થશે. તેમાં માસ્ટર કોર્સ અને બી.ફાર્મ કોર્સની યોજાવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયૂના એન્જીનીયરીગના 14 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા યોજવાની દાદ માગંતી હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટને નોટીસ ફટકારી છે. હવે પછીની સુનાવણી તા. 6ઠ્ઠી જાન્યુઆરી પર મુકરર કરી છે.

(11:14 pm IST)