Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વડોદરા પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની બદલી :હવે CID ક્રાઇમ એડિશનલ ડીજી ડૉ. સમશેર સિંહ નવા પોલીસ કમિશનર

આરબી બ્રહ્મભટ્ટને ગાંધીનગર પોલીસ ભવનમાં એડિશનલ ડીજી ઇન્કવાયરી તરીકે નિમણૂંક: માનવ અધિકારના એડિશનલ ડીજીનો વધારાનો હવાલો પણ સોંપાયો : 1995 બેંચના એડિશનલ ડીજી રાજુ ભાર્ગવને આર્મ્સ યૂનિટના એડિશનલ ડીજી તરીકે નિમણૂંક અપાઈ

અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગે મોડી સાંજે બે IPS અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટને ગાંધીનગર પોલીસ ભવનમાં એડિશનલ ડીજી ઇન્કવાયરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે CID ક્રાઇમના એડિશનલ ડીજી ડૉ. સમશેર સિંહની નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

 ગુજરાત કેડરના 1995 બેન્ચના સીનિયર IPS અધિકારી વડોદરા શહેર પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની પાંચ મહિનામાં બીજી વખત બદલી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની 30 સપ્ટેમ્બર 2019ના રોજ સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આરબી બ્રહ્મભટ્ટ ગુજરાતના એકમાત્ર IPS અધિકારી છે જેઓ વડોદરા અને સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઇ હતી. 31 જુલાઇ 2020ના રોજ આરબી બ્રહ્મભટ્ટની સુરતથી વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. હવે પાંચ મહિના બાદ 1 જાન્યુઆરી 2020ના રોજ ગાંધીનગર પોલીસ ભવનમાં એડિશલ ડીજી ઇન્કવાયરી તરીકે બદલી કરવામાં આવી છે.

વડોદરા પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની સુરતથી વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી કરી ત્યારબાદ તેમણે આરોગ્ય કારણોસર તેમની બદલી ગાંધીનગર કરવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આરબી બ્રહ્મભટ્ટની ગાંધીનગર પોલીસ ભવનમાં બદલી કરવામાં આવી છે, તેમની જગ્યાએ CID ક્રાઇમના એડિશન ડીજી ડૉ. સમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે.

 આરબી બ્રહ્મભટ્ટની એડિશનલ ડીજી ઇન્કવાયરી તરીકે નિમણૂંક આપવા ઉપરાંત માનવ અધિકારના એડિશનલ ડીજીનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે. આ હવાલો અગાઉ ડીજી ડૉ. વિનોદ મલ્લ પાસે હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાંથી પરત આવેલા 1995 બેંચના એડિશનલ ડીજી રાજુ ભાર્ગવને આર્મ્સ યૂનિટ (હથિયારી એકમો)ના એડિશનલ ડીજી તરીકે નિમણૂંક આપવામાં

(7:49 pm IST)