Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજ્યમાં કોરોના ટાઢો પડ્યો : વધુ 907 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 734 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત : મૃત્યુઆંક 4309 થયો : કુલ 2,31,800 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસની સંખ્યા 2,45,945 થઇ

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 158 કેસ, સુરતમાં 122 કેસ, વડોદરામાં 124 કેસ, રાજકોટમાં 87 કેસ, કચ્છમાં 22 કેસ, ગાંધીનગર અને જૂનાગઢમાં 21-21 કેસ, ભરૂચમાં 20 કેસ, જામનગરમાં 18 કેસ, મહેસાણામાં 16 કેસ, ખેડા, પંચમહાલ અને સાબરકાંઠામાં 15 -15 કેસ નોંધાયા : હાલમાં 9663 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 734 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 907 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 734 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 907 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,45,945 થઇ છે જયારે આજે વધુ  734  દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,31,800 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4309 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 94,32 થયો છે

  રાજ્યમાં હાલ 9663 એક્ટિવ કેસ છે. જેમાંથી 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 9599 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 53,420 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 97,06,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 734 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 158 કેસ, સુરતમાં 122 કેસ,વડોદરામાં 124 કેસ, રાજકોટમાં 87 કેસ, કચ્છમાં 22 કેસ,ગાંધીનગર અને જૂનાગઢમાં 21-21 કેસ,ભરૂચમાં 20 કેસ,જામનગરમાં 18 કેસ,મહેસાણામાં 16 કેસ,ખેડા, પંચમહાલ અને સાબરકાંઠામાં 15 -15 કેસ નોંધાયા છે

(7:47 pm IST)