Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અધધ પીધેલા જેલમાં ગયા :વલસાડ જિલ્લા પોલીસે કુલ 1560 શરાબીઓ વિરૂદ્ધ કેસ કર્યા :પોલીસ સાથે દાદાગીરી કરનાર અંકિતભાઈ સુરેશભાઈ અગ્રવાલ, મોહિત સુરેન્દ્રભાઈ અગ્રવાલ, કિરણભાઈ રમણલાલ ઈમાનદારને કાયદાનું ભાન કરાવ્યું

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે 289, સિટી પીઆઇ એચ. જે. ભટ્ટે 101, ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે 100 કેસ અને રૂરલ પીએસઆઇ રાઠોડે 83 દારૂડિયાઓને પકડીને તેમની વિરૂદ્ધ કેસ કર્યા

(કાર્તિક બાવીશી ) વલસાડ : 31 મી ડિસેમ્બરે દારૂડિયાઓને પકડવાના વલસાડ જિલ્લા પોલીસના અભિયાનમાં જિલ્લાના તમામ પોલીસ મથક મળી કુલ 1560 દારૂડિયાઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યા હતા. જેને લઇ દારૂડિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેમાં સૌથી વધુ કેસ પારડી પોલીસે કર્યા હતા.

 વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે 289, સિટી પીઆઇ એચ. જે. ભટ્ટે 101, ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે 100 કેસ અને રૂરલ પીએસઆઇ રાઠોડે 83 દારૂડિયાઓને પકડીને તેમની વિરૂદ્ધ કેસ કર્યા હતા. પારડી પોલીસ મથકની હદમાં પાતળિયા ચેક પોસ્ટ આવતી હોય સૌથી વધુ કેસ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. જેના પગલે દમણથી વલસાડ આવતા નોકરિયાતોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

 આ 31મી ડિસેમ્બરના રોજ કોરોનાના કારણે કોઇ પણ સ્થળોએ પાર્ટી થઇ શકી ન હતી. જેને લઇ આ વર્ષે 31મી ડિસેમ્બર ફીકી રહી હતી.પોલીસ સાથે દાદાગીરી કરનાર અંકિતભાઈ સુરેશભાઈ અગ્રવાલ, મોહિત સુરેન્દ્રભાઈ અગ્રવાલ, કિરણભાઈ રમણલાલ ઈમાનદારને કાયદાનું ભાન થયું

(7:10 pm IST)