Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીની 2021ના પ્રથમ દિવસે નાગરિકોને અનોખી ભેટ: 1000 નવી બસો ખરીદીને મુસાફરોની સેવામાં મુકવા નિર્ણંય

મુખ્યમંત્રી રૂપાણીએ 33.66 કરોડના ખર્ચે સાકાર થયેલા 5 નવા બસ મથકોના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના ખાત મુહૂર્ત પ્રસંગે કરી જાહેરાત

અમદાવાદ : રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી માં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મુસાફરો ની સેવામાં મૂકવામાં આવશે

તેમણે  રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર  પરિવહન સેવા માટે નવી 50 ઇ બસ મૂકવામાં આવશે તેવી ઘોષણા પણ કરી છે
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડના ખર્ચે સાકાર  થયેલા 5  નવા બસ મથકોના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના  ખાત મુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી છે.

(7:01 pm IST)