Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સુરતમાં બહેનપણી સાથે મતભેદ થતા સગાઇ તોડવા અને તેને બદનામ કરવા સોશ્યલ મીડિયામાં ફેક ઍકાઉન્ટ બનાવ્યુઃ યુવતિની ધરપકડ

સુરત: સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવા અને તેની સગાઈ તોડાવવાના પ્રયાસના આરોપમાં સાઈબર ક્રાઈમ પોલીસે તેની જ ખાસ બહેનપણીની ધરપકડ કરતાં ચકચાર મચી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઉતરણમાં રહેતી એક યુવતીને તેની જ ખાસ ફ્રેન્ડ સાથે મતભેદ થયા હતા. ફ્રેન્ડની સગાઈ તોડવા અને તેને બદનામ કરવા માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની મંજૂરી વિના તેનું ફેક એકાઉન્ટ બનાવ્યું અને પોસ્ટ અપલોડ કરી દીધી.

તેણીએ જસૂ પટેલના નામે ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક ફેક એકાઉન્ટ બનાવ્યું અને બન્ને એકાઉન્ટથી એકબીજા વચ્ચે વાતચીત શરૂ કરી દીધી. આ સાથે જ બન્ને એકાઉન્ટના મેસેજો સહિત અન્ય જાણકારીઓ પીડિત યુવતીના ફિયાન્સ અને તેના ભાઈ સુધી પહોંચાડી હતી.

થોડા સમય પહેલા આ સંદર્ભે પીડિત યુવતીની ફરિયાદ મળ્યા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ આદરી હતી. જે બાદ ટેક્નીકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી છે.

(4:48 pm IST)