Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ડોન્ટ ટચ મી... લખેલી સ્યુસાઇટ નોટ સાથે સુરતના અલથાણ વિસ્તારમાં શેરબજારના ધંધાર્થી સંદીપ દાલમિયાનો મૃતદેહ મળ્યો

સુરત: સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પલેક્ષમાં રહેતા સંદીપ દાલમિયા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્રણ દિવસ પહેલા સંદીપભાઈ ગુમ થઈ ગયા હતા. જે અંગે પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો ક્યાંય પત્તો ન લાગતા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં તેમની ફરિયાદ નોંધાવી હતી.

આ દરમિયાન આજે વહેલી સવારે અલથાણા સોહમ સર્કલ પાસેથી એક i20 કાર મળી આવી હતી જેમાં સંદીપભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં ડોન્ટ ટચ મી લખ્યું હતું.

આ સાથે સાથે કારમાંથી કાર્બન મોનોક્સાઈડ બે બોટલો પણ મળી આવી હતી. જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઇ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટી સાથે આ કાર ખોલી હતી.જો કે તેમને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:45 pm IST)