Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવામાં બની રહેલ રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારી:ખુલ્લા સળિયા રોડ પર રહેતા લોકોમાં ભય

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલાં ઓઢવ રીંગ રોડથી વેપારી મહામંડળ તરફ બની રહેલા રોડ ઉપર કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે નાંખવામાં આવેલા સળીયા રોડ તરફના ભાગે બહાર નીકળેલા જોવા મળી રહ્યા છે.આ પ્રમાણે રોડ તરફના ભાગમાં ખુલ્લા રાખવામાં આવેલા સળીયાને કારણે જતા અને આવતા બાઈક ચાલકો અથવા સાયકલ સવારોને આ સળીયા વાગી જવાની સંભાવના વધવા ઉપરાંત અકસ્માત થવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે.સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.તંત્ર સમક્ષ કોન્ટ્રાકટરની આ બેદરકારી સામે ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

(4:01 pm IST)