Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગાંધીનગર:પેથાપુર પોલીસે સરઢવની અયોધ્યાપુરી સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી ગુનો દાખલ કર્યો

ગાંધીનગર: જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની બદી અટકાવવા કેસો કરી કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ જે.જી.વાઘેલાએ ટીમને એલર્ટ રહી આ દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનસર બસ સ્ટેન્ડ સામે એક પાન પાર્લરની પાછળના ભાગે કેટલાક ઈસમો વરલી મટકાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે ટીમે આ સ્થળે દરોડો પાડતાં રણજીતભાઈ કાંતિભાઈ (બોગાભાઈ) રાવળ રહે. રાવળવાસપાનસરકલોલને ઝડપી પાડયો હતો તો અન્ય ઈસમો પોલીસને જોઈ ત્યાંથી ભાગી છુટયા હતા. પોલીસે વરલી મટકાનું સાહિત્ય અને રોકડ રૃા.૧૧૨૯૦ કબ્જે લીધો હતો. તો પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સરઢવની અયોધ્યાપુરી સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાઈ રહયો છે જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને અર્પિત રમેશભાઈ પટેલ રહે. મકાન નં.૩અયોધ્યાપુરી સોસાયટી સરઢવને રોકડ તેમજ મોબાઈલ મળી કુલ ૧૦૨૦૦ રૃપિયાના મુદ્દામાલ લાથે ઝડપી લીધો હતો. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી હતી.

(4:01 pm IST)