Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હિટ એન્ડ રન:ગાંધીનગર નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું ગંભીર ઇજાથી સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર: શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહયા છે. ત્યારે રોકેટગતિએ જતાં વાહનો અવારનવાર અકસ્માતો સર્જી રહયા છે જેમાં નિર્દોષ વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવી રહયો છે. ત્યારે હીટ એન્ડ રનની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહયો છે. ગાંધીનગર નજીક આવેલા નરોડા-ચિલોડા હાઈવે ઉપર આજે સવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટનામાં ચિલોડા ખાતે રહેતા બાઈકચાલકે જીવ ગુમાવ્યો છે. અંગે રમેશજી ગાંડાજી ચૌહાણ રહે.પગીવાસ મોટા ચિલોડાએ ડભોડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રમેશજી ચિલોડા ખાતે ખાણીપીણીની લારી ચલાવે છે ત્યારે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના મોટાભાઈનો પુત્ર અક્ષય ચૌહાણ તેમના ઘરે આવેલ અને જણાવેલ કે મારા ઉપર ફોન આવ્યો છે કે તમારા પિતાજી જીવણજી ગાંડાજી ચૌહાણના બાઈક નં.જીજે-૧૮-ડીબી-૦૪૦૨ને જેઠીપુરા પાટીયાએસ્સાર પેટ્રોલપંપ નજીક કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધા છે અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી રમેશજી અને અક્ષય બન્ને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જયાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જીવણજીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકના ભાઈ રમેશજી ચૌહાણની ફરીયાદના આધારે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૃ કરી હતી. ફરાર વાહનચાલકને પકડવા માટે ચિલોડા પોલીસે માર્ગ ઉપરના સીસીટીવી ફુટેજની પણ તપાસ શરૃ કરી છે.

(4:00 pm IST)