Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મોડાસા:શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસે પોલીસે વાહન ચેકીંગ હાથ ધરી બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

મોડાસા:થર્ટી ફસ્ટને લઈ રાજસ્થાન બોર્ડરો ઉપર થી વિદેશી દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહયો છે.ત્યારે જિલ્લાની પોલીસે સઘન ચેંકીગ હાથ ધર્યું છે.શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસે પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન કારમાંથી વિદેશી દારૂ સાથે બે જણા ને ઝડપી પાડયા હતા.

કારની ડીકીમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂ લઈ જવાતો હતો.પોલીસે વિદેશી દારૂની ૫૮ બોટલ અને કાર સહિત કુલ રૂપિયા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી પોલીસ સ્ટાફના માણસો અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે થર્ટી ફસ્ટ ને લઈ ગુજરાતમાં દારૂનો પ્રવેશ થાય તે માટે રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.તે દરમ્યાન ફોર્ડ ગાડી ને રોકી ચેક કરતાં ડીકી ના અંદરના ભાગે ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂ સંતાડીને લઈ જવાતો હતો.

(3:59 pm IST)