Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અરવલ્લી જિલ્લાના ચાર જળાશયમાંથી ચાલુ વર્ષે સરેરાશ 16 ટકા પાણીનો જથ્થો ઘટ્યો

અરવલ્લી: જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૯૫ ટકા વરસાદ વરસ્યો હતો.ઉપરવાસમાં સારા વરસાદના પરીણામે જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી હતી.પરીણામે સપાટી વધી હતી.

વૈડી અને મેશ્વો જળાશયમાં ૧૦૦ ટકા જથ્થો થયો હતો.પરંતુ સિંચાઈ માટે અપાયેલ પાણીથી માંડી પીવાનો વપરાશલીકેજ,બાષ્મી ભવન સહિતની ઘટ જોતાં છેલ્લા ૧૦૦ દિવસોમાં જિલ્લાના મુખ્ય એવા જળાશયોની સપાટીમાં સરેરાશ ૧૬ ટકા પાણીનો જથ્થો ઘટયો છે.

ચારેય જળાશયોમાંના પાણીના જથ્થામાં કુલ ૩૬.૯૬૪ મીલીયન ઘનમીટર પાણી નો જથ્થો ઘટયો છે.ચોમાસા-શિયાળામાં હાલત છે ત્યારે હવે ૧૦૦ દિવસો બાદ આરંભાનારા ઉનાળાને લઈ તંત્ર દ્વારા આગોતરૃ આયોજન હાથ ધરાય તે જરૂરી જણાય છે.

ગત વર્ષોની સરખામણી વર્ષ અરવલ્લી જિલ્લામાં સરેરાશ વરસાદ ઘટયો છે.જિલ્લામાં નોંધાતાં સરેરાશ ૮૭૫ મીમી વરસાદ સામે વર્ષે ૯૫ ટકા એટલે કે ૮૩૨ મીમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં માત્ર ભિલોડા અને ધનસુરા તાલુકામાં ૧૦૫ ટકા થી વધુ વરસાદ નોંધાયો હતો.વાવેતરની દ્દષ્ટિ હંમેશા અગ્રીમ રહેતા બાયડ તાલુકા પંથકમાં માત્ર ૮૬ ટકા વરસાદ વરસ્યો હતો.પરંતુ ઉપરવાસમાં વરસેલા નોંધાપાત્ર વરસાદને લઈ જિલ્લાના વાત્રક,માઝમ,વૈડી અને મેશ્વો જળાશયોમાં પાણીની આવક વધી હતી. અરવલ્લીના મેશ્વો અને વૈડી ડેમમાં તો પાણીનો જથ્થો ૧૦૦% ની સપાટીએ નોંધાયો હતો.સિંચાઈ વિભાગ દ્વારા જળાશયોમાં થી જરૂરી પાણી વાવેતર પિયત માટે આપવામાં આવે છેજયારે માઝુમ જળાશયમાંથી રોજ ૧૦ એમએલડી પાણીનો જથ્થો મોડાસાના નગરજનોને પીવાના પાણી માટે પુરો પડાય છે. ત્યારે સિંચાઈ,પીવાનું પાણીલીકેજ,બાષ્મીભવન એમ ગણતાં જિલ્લાના મુખ્ય એવા વાત્રકમાઝમવૈડી અને મેશ્વો જળાશયોમાં થી છેલ્લા ૧૦૦ દિવસોમાં ૩૬.૯૬૪ એમસીએમ પાણીનો જથ્થો ઘટયો છે.

(3:58 pm IST)