Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પોશીના તાલુકાના દેલવાડા ગામે ગેરકાયદેસર મંડળી રચી ચોકી પર રહેતા જમાદારને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

પોશીના: તાલુકાના દેલવાડા ગામે આઉટ પોસ્ટ ચોકીમાં ૬૦ જેટલા માણસોનું ટોળુ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ચોકી ઉપર રહેલા જમાદારને માર મારી લોહીલુહાણ કરી નાખતા ટોળા સામે પોશીના પોલીસ સ્ટેશનમાં હેડ કોનસ્ટેબલે ફરીયાદ નોંધાઈ છે.

પોશીના પોલીસ સ્ટેશનના હેડ કોનસ્ટેબલ પરેશભાઈ ડાહ્યાભાઈએ ફરીયાદમાં જણાવ્યું છે કે ગુણભાખરીના ૩૫ તેમજ ઉબરવા ગામના ૨૫ જેટલા લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ ગુનાહીત કાવતરૂ રચી મારક હથીયારો ધારણ કરી ટોળાએ દેલવાડા આઉટ પોસ્ટમાં ચોકીમાં દિનેશભાઈ જમાદારને લોખંડની પાઈપથી માર મારી લોહીલુહાણ કરી દીધો હતો. અને લાકડીથી માર મારી કહેવા લાગેલ કે જમાદાર ખેરોજ થઈ કેમ અહિયા આવેલ છે. અને અમારા માણસને કેમ ચોકીમાં બોલાવો છો તેમ કહી હુમલો કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સુરેશભાઈ ગમારમોહનભાઈ ગમાર સહિત ૩૫ જણા ગુણભાખરી ગામના તેમજ ઉબરવાના ૨૫ જેટલા માણસોના ટોળા સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ નોંધાવતા પોશીના પી.એસ.આઈ આર..ચૌહાણે વધુ તપાસ હાથધરી છે.

(3:58 pm IST)