Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વલસાડ જિલ્લા પોલીસનો સપાટોઃ થર્ટી ફર્સ્ટની રાત્રે ૧,ર૦૦ થી વધારે પ્યાસીઓને ઝડપી લીધા

વલસાડ :  જિલ્લાની પોલીસે સપાટો બોલાવી ૧,૨૦૦થી વધારે પીધેલાને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા-પીવાનાં શોખીનોએ રાજયના પડોશમાં આવેલા સંદ્યપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની મુલાકાત લીધી હતી. આવા ૧૨૦૦થી વધુ શરાબના શોખીનોએ માટે નવા વર્ષની પ્રથમ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો. પીધેલાઓથી પોલીસ સ્ટેશનો ઉભરાઈ જવાથી પોલીસે આવા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાખવા માટે પોલીસ મથક આસપાસ આવેલા હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખ્યા હતા. આ ઉપરાંત પોલીસ સ્ટેશનો બહાર મંડપ પણ બાંધવામાં આવ્યા હતા. શોખીનો દિવસભર દમણ અને દાદરા નગર હવેલીમાંથી પાર્ટી અને મોજમસ્તી કરી રાજપાટમાં જ ગુજરાતમાં પરત ફર્યા હતા. આ લોકોનું પોલીસે અનોખું 'સ્વાગત'કર્યું હતું. દમણમાંથી ગુજરાતમાં દારૂનો નશો કરીને પરત ફરતા આવા શોખીનોને સબક શીખવવા માટે વલસાડ જિલ્લા પોલીસ ખડેપગે તૈનાત હતી. શરાબ અને પાર્ટીઓના શોખીનોને સબક શીખવાડવા દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસે સપાટો બોલાવ્યો હતો. આ સપાટામાં ૩૧ ડિસેમ્બરની સવારથી મોડી રાત અને નવા વર્ષની પ્રથમ રાતના આરંભ સુધી વલસાડ જિલ્લામાં અંદાજે ૧૨૦૦થીવધુ પીધેલાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જે શોખીનો ખાઈ-પીને મોજમસ્તી કરી દમણ અને દાદરાનગર હવેલીમાંથી દારૂનો નશો કરીને રાજપાટમાં ગુજરાતમાં પ્રવેશ્યા હતા તે પોલીસના ઝડપે ચઢી ગયા હતા. આ રીતે ૨૦૨૦ના છેલ્લી રાત એટલે ૩૧ના અને નવા વર્ષની પ્રથમ રાતપીધેલાઓ માટે યાદગાર બની રહી હતી.

(3:48 pm IST)