Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સ્ટેમ્પ ડયુટી અને જંત્રીમાં હાલ કોઇ ફેરફાર નહિ

ગુજરાત સરકાર માટે મિલકતોના વેચાણ વ્યવહાર આવકનો મોટો સ્ત્રોતઃ બન્ને દર હમણા યથાવત જ

રાજકોટ તા. ૧ : રાજય સરકાર આવક વધારવા માટે જંત્રી દર વધારશે અથવા બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડયુટી ઘટાડશે તેવી વાતો સંભળાઇ રહી છે અને સમયાંતરે આ અંગેના અહેવાલો પણ વહેતા થતા રહે છે. પરંતુ સરકારના સતાવાર સૂત્રો હાલ આવી શકયતા  નકારે છે. નજીકના ભવિષ્યમાં જંત્રી વધારવાનો કે સ્ટેમ્પ ડયુટી ઘટાડવાનો સરકારનો કોઇ ઇરાદો ન હોવાનું સતાવાર વર્તુળો ભારપૂર્વક જણાવે છે  સરકાર માટે સ્ટેમ્પ ડયુટી આવકના મુખ્ય સ્તોત્રો પૈકીનો એક છે.

જંત્રી છેલ્લે ર૦૧૧માં વધી હતી ત્યાર પછી જુદા જુદા કારણસર જંત્રી વધી નથી હાલ કોરાના પછીની મંદીની સ્થિતિમાં સરકાર એક સાથે જંત્રી વધારે તો હોબાળો થઇ જાય તેમ છે. બીજી તરફ જંત્રીના આધારે મિલ્કતના વેચાણ વખતે સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવે છે. હાલ સરકાર આર્થિક ભીસમાં હોવાથી  સ્ટેમ્પ ડયુટી ઘટાડીને સરકારી તિજોરીમાં આવક ઘટાડવાનું પોષાય તેમ નથી.  ગયા એપ્રિલથી ઓગષ્ટની સરખામણીએ સરકારી જુદા જુદા પ્રકારની વેરાની આવક વધી છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ આવી રહી હોવાથી નવા કોઇ વેરા ઝીકી શકાય તેમ નથી ફેબ્રુઆરી ઉતરાર્ધમાં બજેટ રજુ થશે સરકાર હાલ સ્ટેમ્પ ડયુટી કે જંત્રીમાં કોઇ ફેરફાર કરવા માંગતી નથી.

(3:22 pm IST)