Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હેં... ના હોય! ગુજરાતી ગધેડીના ૧ લિટર દૂધની કિંમત રૂ.૭૦૦૦

ગધેડીનુ દૂધ આટલી ઉંચી કિમતે વેચાયુ હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના બની છે

નવી દિલ્હી, તા.૧: બકરી, ભેંસ, ગાય, ઉંટના દૂધનુ તો લોકો ભરપૂર સેવન કરી રહ્યાં છે પણ હવે રોગપ્રતિકારક શકિતને વધુ મજબૂત કરી શકે તેવા ગુણો ધરાવતુ ગધેડીના દૂધની ડિમાન્ડ વધી રહી છે. હા, તમે બરાબર વાંચી રહ્યાં છો, આ વાત છે જામનગરની જયાં એક ગધેડીનું એક લિટર દુધ તમને ૭ હજારની કિંમતે પડશે.

ગધેડીનુ દૂધ આટલી ઉંચી કિમતે વેચાયુ હોય તેવી ગુજરાતની આ પ્રથમ દ્યટના બની છે.  ગુજરાતમાં જામનગર જિલ્લામાં હાલારી ગધેડાની પ્રજાતિ જોવા મળે છે. થોડાક વખત પહેલાં જ એનઆરસીઇએ હિસ્સારમાં હાલારી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા નક્કી કર્યુ છે. આ સંસ્થાએ ગુજરાતમાંથી હાલારી પ્રજાતિની દસેક ગધેડી સુધૃધા મંગાવી છે.

અત્યારે તેનુ બ્રિડીંગ પણ ચાલી રહ્યુ છે. અત્યાર સુધી ગધેડીના દૂધ વિશે લોકોને જાણકારી જ ન હતી. પણ ગધેડીના દૂધ પર સંશોધન થયા બાદ તેના લાભ વિશે લોકો જાણતા થયાં અને હવે આ દૂધની માંગ વધી છે. બજારમાં હાલમાં ગધેડીનુ લિટર દૂધ રૂ.૭ હજારમા વેચાઇ રહ્યુ છે.

નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોની પણ રિસર્ચ માટે મદદ લેવામાં આવી

કરનાલમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોની પણ રિસર્ચ માટે મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, જામનગરથી ૪૦ કિમી દૂર આવેલાં ગરેડિયા ગામમાં માલધારી વશરામભાઇ ટોંગાભાઇ છેલ્લા ત્રણેક પેઢીથી હાલારી ગધેડા રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે ૪૦ નર-માદા હાલારી ગધેડી છે.

વશરામભાઇનુ કહેવુ છે કે,બે ત્રણ દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી એક વ્યકિત અમારી પાસે આવી હતી અને તેમણે ગધેડીનુ લિટર માંગ્યુ હતું.  મોટાભાગે જામનગર જિલ્લામાં માલધારીઓ ગધેડીના દૂધનો ઉપયોગ જ કરવામાં આવતો નથી. કયાંક કોઇક બાળરોગના ઇલાજ માટે દૂધ લેવા આવે તો માલધારીઓ તેના પૈસા લેતા નથી. કદાચ પહેલીવાર એવુ બન્યુ છેકે, ગધેડીનુ એક લિટર દૂધ રૂપિયા સાત હજારમાં વેચાયુ હોય.

ગધેડીના દૂધની ખાસિયત શું છે ?

 ગધેડીના દૂધથી કયારેય એલર્જી થતી નથી.

 નાના બાળકોને થતા ઉંટાટિયુ જેવા રોગમાં આ દૂધ અકસીર ઇલાજ છે.

ગધેડીના દૂધમાં એન્ટી ઓકિસડન્ટ તત્વો ખૂબ જ છે. ફેટનુ પ્રમાણ નહિવત છે.

 ગધેડીનુ દૂધ પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત મજબૂત થાય છે.

 કેન્સર,એલર્જી અને મેદસ્વીપણુ હોય તો ગધેડીનુ દૂધ રામબાણ ઇલાજ છે.

 આ દૂધમાં ઇજિયો નામનુ તત્વ છે તે ચામડીની તંદુરસ્તી જ નહીં, સુંદરતા વધારે છે.

 ગધેડીના દૂધમાંથી સાબુ,શેમ્પુ ,બોડી લોશન સહિત બ્યુટી પ્રોડકટસ બને છે.

(11:24 am IST)