Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાધનપુર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્વસહાય જૂથના આગેવાન બહેનો માટે બે દિવસીય તાલીમ-પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયોઃ ૮ ગામના ૩૬ બહેનો જોડાયા

રિલાયન્સ ફાઉડેશન રાધનપુર દ્વારા તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ એમ બે દિવસની તાલીમ કમ પ્રેરણાપ્રવાસ સ્વ સહાય જુથના આગેવાન બહેનો માટે આયોજન કરવામા આવ્યું હતું જેમા ૮ ગામના ૧૯ સ્વ સહાય જુથના ૩૬ બહેનો જોડાયા હતા. તાલીમમા ખાસ બહેનો દ્વારા ગામ સ્તરે કરી શકાય તેવા આજીવિકાના વિકલ્પો વિશે સમજ બને તેનો રૂબરૂ અનુભવ કરે તેવો મુખ્ય હેતુ હતો આ હેતુને સફળ   બનાવી શકાય તે માટે અંજાર સ્થિત  એનાર્ડે ફાઉંડેશન સાથે સંકલન કરવામાં આવ્યુ હતું તાલીમના વિષય નિષ્ણાત એવા પ્રભાતભાઇ મ્યાત્રા દ્વારા સ્વ સહાય જુથ દ્વારા અંજાર તાલુકાના આજુબાજુના ગામોમાં કરેલ કામગીરી જેવી કે કિચન ગાર્ડન, ભરતકામ, પર્સ –પાકીટની બનાવટ તથા ગાયના છાણમાથી હવન માટેના છાણાની બનાવટ બનાવવામાં આવે છે તેની ખુબ જ વિગતેથી માહિતી આપવામા આવી હતી. સાથે સાથે એ ગામની બહેનો સાથે મુલાકાત કરીને પ્રક્રિયા સમજાવી હતી. આ કામોની સમજ માટે અંજાર તાલુકાના ભાદ્રોઇ, સિનુગ્રા અને મેઘપર ગામની મુલાકાત કરી હતી.

સૌથી મહત્વની વાત સમજાવતા પ્રભાતભાઇએ જણાવ્યુ કે બહેનોમાં શિક્ષણ ઓછુ હોવાથી તેમનામાં કઇ આવડત કે કુશળતા ના હોય તેવી માનસિકતા  આપણામા હોય છે પરંતુ તેમણે ભાદ્રોઇ ગામના પાબીબેન રબારી કે જેઓ ઘરની આર્થિક પરિસ્થિતી સારી ના હોવાથી ધોરણ-૪ સુધી જ અભ્યાસ કરી શક્યા છે અને આજે પોતાની વેબસાઇટ દ્વારા દેશ-વિદેશમા પોતાના ભરતકામ થકી મેળવેલ એવોર્ડ અને પ્રોત્સાહન રકમ દ્વારા આગવી ઓળખ મેળવી છે તે બેન સાથે રૂબરૂ મુલાકાત પણ કરાવી હતી પાબીબેન રબારીએ પોતાની સંઘર્ષગાથા જણાવી હતી સાથે  સાથે  પોતે ૩ બહેનો છે કોઇ ભાઇ નથી તો હાલ તેમના માતાને તેઓ સાચવે છે પતિના સાથ સહકારથી અને પોતાની કુશળતાથી તે કઇ રીતે આગળ વધ્યા તેની ખુબ જ વિગતેથી માહિતી આપી હતી.  
એનાર્ડે ફાઉંડેશન દ્વારા અંજાર તાલુકાના ૧૫૦ સ્વ સહાય જુથના બહેનોનું એક તાલુકા સ્તરનુ મહિલા મંચ બનાવવામાં આવ્યુ છે અને અલગ અલગ પ્રકારની તાલીમો દ્વારા બહેનોને આર્થિક રીતે પગભર કરવાની કામગીરીની સમજ આપી હતી. આ ઉપરાંત પ્રગતિ બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડની રચના અને તેની કામગીરી વિશે માહિતીઆપી હતી. આ તાલીમ કમ પ્રેરણાપ્રવાસમાં જોડાયેલ બહેનોદ્વારા પ્રશ્નોત્તરી કરવામા આવી હતી જેવી કે મહિલા મંચની રચના , તેની કામગીરી, મીંટિંગની  નિયમીતતા,  મહિલા દ્વારા બનતી વસ્તુ માટેની બજારવ્યવસ્થા વિશે અને પોતાના ગામના અનુભવો વગેરેનો સમાવેશ કર્યો હતો . અંજાર મહિલા મંચની કારોબારી સમિતી અને અંજાર તાલુકાના૩ ગામની બહેનોને રીલાયંશ ફાઉંડેશનની કામગીરીથી માહિતગાર કર્યા અને હાજર રહેલ તમામ તાલીમાર્થીઓએ પોતાના ગામમાં આજીવિકા પર નવી કામગીરી શરૂ કરશે તેવી રજુઆત સાથે સૌનો આભાર માની તાલીમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. આ તાલીમ કમ પ્રેરણાપ્રવાસમા રાધનપુર તાલુકાના ચલવાડા અને વિજયનગર,સાંતલપુર તાલુકાના બામરોલી,ફુલપુરા અને લીમગામડા તથા શંખેશ્વર .તાલુકાના કુવર સિપુર અને તારાનગર ગામના બહેનો હાજર રહ્યા હતા.

 

(9:31 am IST)