Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નર્મદા LCB એ તિલકવાડા રોડ પર રોડ સેફટીના નામે વાહન ચાલકો પાસે રૂપિયા ઉઘરાવતી ટોળકીને ઝડપી લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર રોડ સેફટીના નામે વાહન ચાલકો પાસે રાત્રીના સમયે રોડ સેફ્ટીના નામે રોડ સેફ્ટી સંસ્થાની રજસ્ટ્રેશન વગરની સાદી રસીદો ૨૦૦ રૂ.ની  બનાવડાવી નર્મદા જીલ્લાના અલગ અલગ જગ્યાએ હાઇવે ઉપર રાત્રીના સમયે વાહનો ઉભા રખાવી વાહન ચાલકોને રીફ્લેક્ટર આપી ખોટી રીતે પૈસા ઉઘરાવતા જણાઇ આવતા નર્મદા એલસીબી ટીમે સુભાષ વીરસિંગ ગોડ,ગુરદિપસિંહ રામકુમાર,નરેન્દ્ર પુર્ણસિંહ બલોદા પવન કુમાર દિલબાગસિંહ જાટ્ટ,અમીતકુમાર રામનિવાસ જાટ્ટ, રમેશકુમાર રામલુભાયા,તમામ રહે.હરિયાણા તેમજ ડ્રાયવર મુસ્તાકભાઇ અલીભાઇ પટેલ રહે- મહુઘાલા તા,જી- ભરુચ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે તિલકવાડા પો.સ્ટે માં સોંપ્યા છે.

(11:09 pm IST)