Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મોટા લીમટવાડા કેનાલ પાસેથી નર્મદા એલસીબી ટીમે 48 હજારના પ્રોહીબીસન મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો, એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા એલસીબી ટીમે બાતમીના આધારે નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા કેનાલ પાસેથી મો.સા. ઉપર ઈંગ્લીશ દારૂ લઈ જતા ઇશ્વર ગેંનજીભાઇ ખરાત રહે. કેલોડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશને કુલ પ્રોહી.નો મુદામાલ કિ.રૂ. ૨૬૧૦૦ તથા મોબાઇલ ફોન  નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦ તથા મો.સા. કિ.રૂ. ૨૦૦૦૦ મળી  કુલ્લે કિ.રૂ. ૪૮,૧૦૦નો પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે જ્યારે વિક્ર્મ રાઠવા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અર્થે રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ કર્યો છે

(11:08 pm IST)