Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા માલિવાડ ખાતે આરોગ્ય ટિમ દ્વારા એન્ટી બોડી ટેસ્ટનો સર્વે કરાયો જેમાં 40 લોકોના સેમ્પલ લીધા

ભવિષ્યમાં આવનારી કોરોના વેકશીનનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે હેતુથી નર્મદા જિલ્લાના દસેક ગામોમાં આ સર્વે માટે ટિમોએ બ્લડ કલેક્ટ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં આવનારી કોરોના વેકશીનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેવા હેતુથી ગોત્રી  મેડિકલ કોલેજના આસી. પ્રોફેસરના સુપરવિઝન હેઠળ નર્મદા જિલ્લા આરોગ્ય ટિમો દ્વારા જિલ્લાના દસેક ગામોમાં કોવિડ-૧૯ એન્ટી બોડી ટેસ્ટનું આયોજન આજે કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા વોર્ડ નં.5 માં માલિવાડ ખાતે પણ ગોત્રી હોસ્પિટલ વડોદરા અને નર્મદા આરોગ્યની ટિમોએ આ ટેસ્ટ માટે 40 જેટલા જનરલ લોકોનું લોહી લીધું હતું.આ બ્લડ સેમ્પલ ચેન્નાઈ જશે અને દોઢેક મહિના બાદ તેના રિપોર્ટ આવશે.આ ટેસ્ટ ખાનગી માં કરાવતા લગભગ 2 હજાર જેવો ખર્ચ થતો હોય જે સરકાર દ્વારા આ સર્વે માટે વિનામૂલ્યે થશે તેમ આરોગ્ય ટિમ દ્વારા જાણવા મળ્યું હતું.આ સર્વે દરમિયાન સ્થાનિક આગેવાન વિજયભાઈ રામીએ આરોગ્ય ટીમને પૂરતો સહકાર આપ્યો હતો.
 આ સર્વે બાબતે ગોત્રી મેડિકલ કોલેજ ના આસી. પ્રોફેસર અને આ સર્વે ના સુપરવાઈઝર તરીકે આવેલા ડો.મોનાર્ક વ્યાસે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં ભવિષ્યમાં આવનારી કોરોના વેકશીન નો જનરલ પબ્લિક માં કેવી રીતે ઉપયોગ કરવો એ માટે આ એન્ટી બોડી ટેસ્ટ નું  આયોજન છે.અને આજે નર્મદા જિલ્લામાં લગભગ દસ ગામોમાં આ સર્વે અલગ અલગ ટિમો દ્વારા થઈ રહ્યો છે.

(10:23 pm IST)