Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચીખલી પોલીસે સમરોલી કાળાપુલ પાસેથી વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પડ્યો : એક વોન્ટેડ જાહેર

એક લાખથી વધુનો દારૂ ,ઇકો કાર અને એક મોબાઈલ ફોન મળી 3, 08 લાખનો મુદામાલ જપ્ત

ચીખલી:ચીખલી પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સમરોલી કાળાપુલ પાસે મારુતિ ઇકો કાર નં:જીજે-૨૧-એકયું-૩૪૨૯ માંથી વિશકી બિયરની બોટલ નંગ:૪૧૩ કિંમત રૂ.૧,૦૩,૩૫૦/- તેમજ ઇકો કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ.૩,૦૮,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ ઠાકોરભાઈ પટેલ (રહે.સમરોલી કાળાપુલ તા.ચીખલી) ની અટક કરી દારૂ ભરાવી આપનાર પારડીના કિરણ જોગીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પીઆઇ-ડી.કે.પટેલ કરી રહ્યા છે.

(9:42 pm IST)