Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

આજથી બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરો રાજ્યમાં કોઈપણ રેશનીંગ દુકાન ઉપરથી અનાજ લઈ શકશેઃ પૂરવઠાનું ૨૦૨૦

આધાર કાર્ડ અને બેન્ક ખાતા લીન્ક અપ ધરાવનાર લાખો કાર્ડ હોલ્ડરો માટે આશિર્વાદ રૂપ પગલુ : અંત્યોદય-અગ્રતા ધરાવતા કુટુંબો-બીપીએલ-માટે ઘઉં, ચોખા, ખાંડ, મીઠુ, કેરોસીન અંગે આપેલો ભાવ-વજન દિશા નિર્દેશ : આડકતરી રીતે વન નેશન - વન કાર્ડ યોજના પણ શરૂ કરી દેવાઈઃ હવે જીલ્લા બહાર જાવ તો નવુ રેશન કાર્ડ નહી કરાવવુ પડે

રાજકોટ, તા. ૧ :. રાજ્યના પૂરવઠા તંત્રે વન નેશન - વન કાર્ડ યોજના એક રીતે કે આડકતરી રીતે આજથી શરૂ કરી દીધી છે અને આજથી તેની અમલવારી થઈ ગઈ હોય તેમ મહત્વનો પરીપત્ર કે દિશા સૂચન પણ દરેક જીલ્લા પૂરવઠા તંત્ર માટે જાહેર કરી દેવાયાનુ રાજકોટ પૂરવઠાના ટોચના સૂત્રોએ ઉમેર્યુ હતું.

ઉચ્ચત્તમ અને વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજથી રાજકોટ કે અન્ય જીલ્લાનો કોઈપણ બીપીએલ, અત્યોંદય, અગ્રતા ધરાવતા કાર્ડ હોલ્ડરો કુટુંબો રાજ્યની કોઈપણ વ્યાજબી ભાવની દુકાન ઉપરથી આવશ્યક ચીજવસ્તુ હેઠળ ઠરાવેલ ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન કે આયોડાઈઝ મીઠુ મેળવી શકશે. આ અંગે પૂરવઠા તંત્રે કાર્ડ દીઠ કઈ વસ્તુ કેટલા કિલો અને કયા ભાવે મળશે ? તે પણ નવેસરથી જાહેર કર્યુ છે.

રાજ્યની કોઈપણ વ્યાજબી ભાવની દુકાન ઉપરથી રેશનીંગની ચીજવસ્તુનો જથ્થો મેળવવા માટે જે તે કાર્ડ હોલ્ડર પાસે આધાર નંબર - બેંક એકાઉન્ટ નંબર તથા ફોન નંબરની નોંધણી રેશનીંગ દુકાનદાર પાસે ફરજીયાત બનાવાયુ છે.

આધાર નંબર ન હોય તો આધાર નોંધણી નંબર રજૂ કરવાનો રહેશે. અન્યથા જો આધાર નોંધણી માટે અરજી કરી હોય તો પ્રવર્તમાન નિયમોનુસાર ૧૩ વૈકલ્પિક પૂરાવામાંથી કોઈપણ એક પૂરાવો રજુ કરશે, એટલે રેશનકાર્ડ ધારકને મળવા પાત્ર જથ્થો મળી જશે.

રાજ્યના લાખો આવા ગરીબ કાર્ડ હોલ્ડરો માટે આ અત્યંત આશિર્વાદરૂપ પગલુ પૂરવઠા તંત્રે ભર્યુ છે. પૂરવઠાએ નવા વર્ષના પ્રથમ દિવસે જ ૨૦૨૦થી રમી નાંખી વિજયી છક્કો ફટકાર્યો છે.

રાજકોટનો કોઈપણ બીપીએલ - અત્યોંદય કાર્ડ હોલ્ડર જીલ્લા બહાર અન્યત્ર રહેવા જાય તો જે તે શહેરની રેશનીંગ દુકાનેથી પૂરવઠો મળી જશે, હવે નવુ રેશનકાર્ડ કે કાર્ડ ટ્રાન્સફર નહી કરાવવું પડે.

આ સાથે રાજ્યના પૂરવઠા તંત્રે જાહેર કરેલા ભાવોનું કોષ્ટક પણ સામેલ છે.

કેટેગરી

વસ્તુ

મળવાપાત્ર જથ્થો કિ.ગ્રા.

ભાવ પ્રતિ કિ.

 

 

અંત્યોદય

ઘઉં

કાર્ડદીઠ

૨૫.૦૦૦

૨.૦૦

 

 

 

ચોખા

કાર્ડદીઠ

૧૦.૦૦૦

૩.૦૦

અંંત્યોદય

ઘઉં

વ્યકિત

૩.૫૦૦

૨.૦૦

 

કુટુંબી

 

ચોખા

વ્યકિત

૧.૫૦૦

૩.૦૦

બીપીએલ

ખાંડ

 વ્યકિત

૦.૩૫૦

૨૨.૦૦

 

અંત્યોદય

ખાંડ

૩ વ્યકિત

૧.૦૦

૧૫.૦૦

 

અંંત્યોદય

મીઠુ

૬ વ્યકિત

૧.૦૦

૧.૦૦

 

બીપીએલ

મીઠુ

૬થી વધ

૨.૦૦

૧.૦૦

 

(4:49 pm IST)