Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

શાળામાં જયહિન્દ,જય ભારત નો નિર્ણય આવકાર્ય :પણ સરકાર નિષ્ફ્ળતા છુપાવવા શિક્ષણક્ષેત્રમાં ગતકડાં કરે છે

શિક્ષણક્ષેત્ર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોવાનો કોંગ્રેસનો આરોપ

અમદાવાદ :રાજ્યની શાળામાં યસ સર અને યસ મેડમની જગ્યાએ જયહિંદ તથા જયભારત બોલવાના સરકારના નિર્ણય સામે રાજકારણ શરૂ થયું છે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસે આવકારીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા ગતકડા કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ શિક્ષણક્ષેત્ર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ-નિયતી શંકાપ્રેરીત છે. આ સરકાર તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નીકળી છે. તેમાં શિક્ષણક્ષેત્રે તો ખાસ. ગુજરાતનું શિક્ષણક્ષેત્ર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. જેનો ભોગ સ્કુલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બની રહ્યાં છે

(12:02 am IST)