Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પ્રેમિકા સાથે ભાગી ગયેલ યુવકે પોલીસના હાથે ઝડપાયા બાદ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર

દિયોદરના વખા ગામના દશરથે લઘુશંકાના બહાને બહાર નીકળી હાથમાં બ્લેડના ઘા માર્યા

બનાસકાંઠાના દિયોદર પંથકના પ્રેમિકા સાથે ભાગેલા અને બાદમાં પોલીસના હાથે ઝડપાયા બાદ લઘુશંકા બહાને બહાર નીકળી હાથમાં બ્લેડના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો છે

 આ અંગેની વિગત મુજબ બનાસકાંઠાના દિયોદર તાલુકાના વખા ગામનો દશરથભાઈ ધારસિંહભાઈ પરમાર નામનો યુવક ત્રણ માસ અગાઉ વડિયા ગામની યુવતીને ભગાડી ગયો હતો. જોકે આ મામલે દિયોદર પોલિસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે બે દિવસ આગાઉ આ પ્રેમીયુગલને ઝડપી લઇ યુવતીને પરિવારજનોના હવાલે કરી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી

  દરમિયાન આ લઘુશંકાના બહાને જેલમાંથી બહાર નીકળેલા આ યુવકે પોતાના હાથ પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી.આ યુવકને દિયોદર ખાતે પ્રાથમિક સારવાર અર્થે અપાવ્યા બાદ પોલીસ જાપતા સાથે વધુ સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

  હાલ આ યુવક સારવાર હેઠળ છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું છે. જોકે હાલ પોલિસ જાપ્તા હેઠળ આ યુવકની સઘન સારવાર કરાઇ રહી છે.

(10:16 pm IST)