Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

શ્રી કલ્યાણ પુષ્ટિ હેલી અને વિપો દ્વારા સતત ત્રીજા વર્ષે પુષ્ટિ પંચરસનું આવતીકાલથી આયોજન

અમદાવાદઃ શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી અને વિપો દ્વારા સતત ત્રીજા વર્ષે દરમ્યાન પુષ્ટિ પંચરસનું આયોજન કરવામાં આવેલ છે ષષ્ઠપીઠાશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખેથી વહેતી પુષ્ટિ વાણી અને પુષ્ટિ માર્ગના પંચરસ પર સાધારિત કથાનું આયોજન તા.૨ થી તા.૬ જાન્યુઆરી દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શલ હોલ ગેટ નંબર ૫ જી.એમ.ડી.સી. બિલ્ડીંગ અમદાવાદ ખાતે બપોરે ૩ થી ૬ કલાક દરમ્યાન રહેશે.

નુતન અભિગમ સાથે ષષ્ઠ પીઠાધીશ્વર પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીના તત્વાધાનમાં અને સવધ્યિક્ષ પદે કાર્ય સતત વેગવેન રીતે ચાલુ છે. પુષ્ટિમાર્ગમાં ભકિત કરવા માટે બ્રહ્મોડના પાંચ તત્વોની જેમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં બનાવેલા પંચરસ વિશે જેમ કે પહેલોરસ-ભકિતરસ, બીજો રસઃ સેવારસ,ત્રીજોરસઃ કીર્તનરસ, ચોથો રસઃ લીલારસ, પાંચમોરસઃ કૃપારસ વિશે મહારાજશ્રીનું વચનામૃત રહેશે.

વચનામૃતની સાથે શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે શયનમાં સાંજે ૭ થી ૮ શ્રી કલ્યાણરાય પ્રભુ, શ્રી ગોવર્ધનનાથ પ્રભુ, શ્રી ગિરિરાજજી,શ્રીયમુનાજી અને શ્રી મહાપ્રભુજીને પંચરસના ભાવથી વિવિધ અને નવીનત્તમ કલાત્મક શ્રૃંગાર-સજાવટ સાથે દર્શનનો લાભ વૈષ્ણવોને મળશે ન્યારબાદ રોજ સાંજે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. જેમા નામાંકિત કલાકારો જેમ કે (૧)રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનમાં શ્રી સુરેન્દ્ર શર્મા, શ્રી ગૌરવ શર્મા, શ્રી બુધિપ્રકાશ વિગેરે (૨) લોક ડાયરો શ્રી કીર્તીદાન ગઢવી (૩)હાસ્યની રમઝટ શ્રી સાંઇરામ દવે (૪)ભકિત સંધ્યા શ્રી સચીન લિમયે- શ્રી તુષાર શુકલભા નુત્ય નાટીકાનો કાર્યક્રમ યોજાશે.

(3:40 pm IST)