Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કડીના દીઘડી નજીક ડમ્પરે ટક્કર મારતા રિક્ષાચાલક અને તેના પુત્ર સહીત ત્રણના મોત

-રીક્ષા ચાલક ઉમરભાઇ સહિત પુત્ર સાહિલ અને રબારી પ્રેક્ષિતનું કરુણ મોત ;ડમ્પર ચાલાક નાસી છૂટ્યો

 

મહેસાણા ;કડીના દીઘડી નજીક ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક અને તેના પુત્ર સહીત ત્રણના મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી અકસ્માત કરતા ત્રમ્પર ચાલાક ભાગી છુટતા તેને ઝડપવા પોલીસે શોધખોળ શરુ કરી છે કડી પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કડીના અગોલના વતની અને જોટાણા તાલુકાના મેમદપુર ખાતે રહી રીક્ષા ચાલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જાદવ ઉમરભાઇ અલુભાઇ પોતાની રીક્ષા જીજે-૦૧-સીવી-૮૩૦૨ લઇ મેમદપુરથી અગોલ જવા તેમના ૧૭ વર્ષીય પુત્ર સાહિલ સાથે નિકળ્યા હતા અને રસ્તામાંથી મુસફરો ભરી દીઘડી નજીક પસાર થતા કડીથી માતેલા સાંઢની જેમ બેફામ આવતા ડમ્પર જીજે-૦૨-ઝેડ-૬૦૪૦ના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષામાં ચિચયારી ગુંજી ઉઠી હતી.રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર આઠ જેટલા ઇસમો ગંભીર ઇજાગ્રસ્ત હાલતમા કડી ખાતે સારવાર અર્થે લાવવામાં આવતા રીક્ષા ચાલક ઉમરભાઇ,તેનો પુત્ર સાહિલ અને રબારી પ્રેક્ષિતને મૃત જાહેર કર્યા હતા.કડી પોલીસે ફરાર ડમપર ચાલક વિરુધ્ધ ગુનોં નોધી ડમપર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે

 

(11:44 pm IST)