Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સરખેજના મકરબામાં પ્લોટના માલિકને ધમકાવનાર પીઆઇ સહીત ચાર વિરુદ્ધ ગુનો દાખલ

સરખેજના મકરબા ખાતે અાવેલા એક પ્લોટમાં કબજો મેળવવા માટે બિલ્ડરે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ સાથે મિલી ભગત કરી પ્લોટના માલિકને ધમકાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં પીઅાઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસોએ ભેગા મળી પ્લોટના માલિકને ધમકાવતાં તેઅોને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેઅોનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. મૃતકના પુત્રઅે પીઅાઈ પી.અાર. રામાણી, પોલીસ કર્મચારી યાસ્મિનાબહેન અને કોર્પોરેશનના બે શખસ વિરુદ્ધ ફરિયાદ અાપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(4:15 pm IST)