ધંધા પાણી
News of Sunday, 22nd April 2018

સીરિયા સંકટથી જીરૂમાં તેજી : ભાવ 16 હજારની સપાટી કુદાવી : મેં માસ સુધી વધવાની શકયતા

મેં મહિનાના અંતે નવું સિરિયન જીરું આવવાની ધારણા

નવી દિલ્હી ;સીરિયા પર અમેરિકી મિસાઇલ હુમલા પછી જીરુંના ભાવમાં નોંધપાત્ર વધારો જોવાયો છે જીરું ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થયો છે સીરિયા ઓર્ગેનિક જીરુંનું ઉત્પાદન કરનારો વિશ્વનો અગ્રણી ઉત્પાદક દેશ છે. તેના જીરાની માંગ ઘણા દેશોમાં રહે છે.

   ભારતમાં જીરાનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ સારું રહ્યું છે, તેમ છતાં ભાવ હજુ પણ વધી રહ્યાં છે. બજારમાં જીરાનો ભાવ રૂ. 16 હજારથી વધી ગયો છે અને તે મે મહિના સુધીમાં વધુ વધવાની શક્યતા છે. સીરિયાથી નવું જીરું મે મહિનાના અંત સુધી જ આવી શકશે.

(1:43 am IST)