ધંધા પાણી
News of Tuesday, 18th September 2018

વૈશ્વિક માર્કેટમાં મેટલ્‍સમાં ઘટાડાનો માહોલઃકોપર અને નિકલમાં કડાકો

રાજકોટ, તા.૧૮ : વૈશ્વિક માર્કેટમાં મેટલ્‍સમાં ઘટાડાનો માહોલ જોવાઈ રહયો છે. લંડન મેટલ્‍સ એક્‍સચેન્‍જમાં કોપરમાં મોટો ઘટાડો આવતા કિંમતો લગભગ ૨ ટકાની નીચે પહોંચી હતી. જયારે નિકલમાં સાડા ૩ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો હતો. જયારે અન્‍ય મેટલ્‍સમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. સાથે જ ચીનમાં પણ કોપર સહિત તમામ મેટલ્‍સમાં વેચવાલી હાવી થતી દેખાઈ રહી છે. જયારે સ્‍થાનિક બજારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.

(12:39 pm IST)