ધંધા પાણી
News of Monday, 20th August 2018

રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખરીફ વાવેતર વધવાની શકયતા

 

રાજકોટ :રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખરીફ વાવણી માટે રાહત મળી છે. રાજ્યના સરેરાશ વરસાદના ૮૩૧ મિમીની તુલનાએ રવિવાર સુધીમાં ૫૨૩.૨૯ મિમિ એટલે કે ૬૨.૯૭ ટકા જેટલો વરસાદ વરસ્યો છે ૧૭ ઓગષ્ટથી ૧૮ ઓગષ્ટના એક દિવસ દરમિયાન .૧૬ ટકા જેટલો વધારો થયો છે વરસાદના કારણે ખરીફ પાકની વાવણીમાં લાભ થશે

  હાલના એરડાંનો વાવેતર વિસ્તાર .૫૦ લાખ હેકટરથી વધી .૫૦ લાખ હેકટરનો વેગ મળશે . તેવી રીતે કઠોળના વાવેતરમાં પણ .૦૪ લાખ હેકટરથી વધીને .૫૦ લાખ હેકટર થશે , જ્યારે ડાંગરનું વાવેતર ૧૩.૨૫ લાખ હેકટર જેટલું થવા પામશે તેમ જાણકારો માને છે 

જો કે, વિલંબિત વરસાદથી મગફળીના વાવેતરમાં અસર જોવા મળી છે, જે રાજ્યમાં બીજા ક્રમના પાકનું વાવેતર ૧૪.૬૫ લાખ હેક્ટર જેટલું છે, જે ગયા વર્ષની સરખામણી કરતા ૧૦ ટકા જેટલું ઓછું હતું.

(12:07 am IST)