ધંધા પાણી
News of Wednesday, 20th June 2018

'આઈ ખેડૂત પોર્ટલ' ઓનલાઈન અરજી માટે ખુલ્લું:બાગાયતી પાક યોજનાનો મળશે લાભ

રાજકોટ, તા.૧૯ : રાજયના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરાયું છે. આ યોજનાનો લાભ લઇ શકે તે માટે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૧ જૂન થી ૩૦ જૂન સુધી ઓન લાઇન અરજી માટે ખુલ્લું છે.

વર્ષ-૨૦૧૮-૧૯ બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ રાજયના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય તેમજ વધુ ખેતી ખર્ચ વાળા ફળ પાકો સિવાયના ફળપાકો સહાયના દ્યટકો માટે પોર્ટલ ૩૦ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(1:07 pm IST)