ધંધા પાણી
News of Wednesday, 20th June 2018

મેં મહિનામાં ક્રૂડઓઈલનું આયાત બીલમાં જંગી ઉછાળોઃ૪૯ ટકા વધી ૧૧૫ અબજ ડોલરે આંબ્યુ

એપ્રિલ-મેં દરમિયાન ઈમ્પોર્ટ બિલ ૪૬ટકા વધીને ૨૧૯ અબજ ડોલરે પહોંચ્યું : રાજકોષીય અને વેપાર ખાદ્ય વધવાની ભીતિ

નવી દિલ્હી, તા.૨૦ : વિશ્વબજારમાં ક્રૂડ ઓઇલની તેજીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. બીજી તરફ ક્રૂડનું આયાત બિલ વધતા રાજકોષીય અને વેપાર ખાધ વધવાની ચિંતા સેવાઈ રહી છે.

મે મહિનામાં ભારતનું ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ બિલ ૪૯ ટકા વધીને ૧૧૫ અબજ ડોલરે પહોંચ્યું છે. ગતવર્ષે મેં મહિનામાં ૭૬ અબજ ડોલરના મૂલ્યના ક્રૂડ ઓઇલની આયાત કરાઈ હતી. મે મહિનામાં ક્રૂડના ભાવમાં ઉછાળાથી ટોટલ ઇમ્પોર્ટ બિલ પણ વધ્યું હતું. જેના પરિણામે વેપાર ખાધ ૧૪.૬૨ અબજ ડોલર નોંધાઇ હતી.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ભારતનું ક્રૂડ ઓઇલનું કુલ ઇમ્પોર્ટ બિલ ૪૬ ટકા વધીને ૨૧૯ અબજ ડોલર થયું છે. જેના લીધે ચાલુ ખાતાની ખાધ વધી છે. સરકારે ચાલુ વર્ષ માટે બજેટમાં પટ્રોલિયમ સબસિડી પેટે ૨૪,૯૩૩ કરોડની જોગવાઇ કરી છે. જે પાછલાં વર્ષે સરેરાશ  ૨૪,૪૬૦ કરોડના અંદાજની તુલનાએ બે ટકા વધુ જોગવાઇ છે.

અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં ટોટલ ફ્યુઅલ સબસિડી ૩૪ હજાર કરોડથી.૫૩ હજાર કરોડની વચ્ચે રહેવાની ધારણા છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૫ જયારે ક્રૂડ ઓઇલના ભાવ બિલ ૬૦દ્મક ૮૦ ડોલર પ્રતિ બેરલની વચ્ચે રહ્યાં હતા. તે પછીનું સૌથી ઊંચું સબસિડી બિલ છે.

(1:05 pm IST)