ધંધા પાણી
News of Tuesday, 19th June 2018

ચણાના વાયદામાં તેજી એરંડામાં સુધારો એલચીમાં મજબૂતીઃ જીરૂ- હળદરમાં દબાણ

રાજકોટ, તા.૧૯ : કૃષિ કોમોડિટીના વાયદામાં  ખરીફ પાકની વાવણી ઓછી થતા ચણામાં સારી તેજી જોવા મળી રહી છે, કિંમતોમાં લગભગ ૩ ટકાનો ઉછાળો નોંધાઈ રહ્યો છે. સાથે એરંડામાં પણ લગભગ અડધા ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

બીજીતરફ મસાલા પેકમાં ધાણા અને એલચીમાં તેજી દેખાઈ રહી છે, જયારે જીરા અને હળદરમાં એક ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં સોયા તેલમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, જયારે સોયાબિનમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. કપાસીયા ખોળ સાથે ગુવાર પેકમાં પણ નજીવું દબાણ જોવા મળી રહ્યું છે.

(9:47 am IST)