ધંધા પાણી
News of Tuesday, 19th June 2018

વૈશ્વિક બજારમાં મેટલ્સમાં કારમી મંદી કોપર અને જસત બેથી ત્રણ ટકા તૂટ્યા

એલ્યુમિનિયમ સાત સપ્તાહની નીચલી સપાટીએ

રાજકોટ, તા.૧૯ : વૈશ્વિક બજારમાં મેટલ્સમાં કારમી મંદી જોવા મળે છે. લંડન મેટલ્સ એકસચેન્જમાં કોપરની કિંમત ૭ હજાર ડૉલરની નીચે પહોંચતી દેખાઈ રહી છે, જયારે એલ્યુમિનિયમ સાત સપ્તાહના નીચલા સ્તરની નજીક પહોંચી છે. જોકે સ્થાનિક બજારમાં નિકલમાં ઘણી નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, બાકી તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે.

વિશ્વબજારમાં કોપરના ભાવ ત્રણ મહિનાની ડિલીવરીમાં આશરે બેથી અઢી ટકા તૂટી છેલ્લે ભાવ ૭૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા. જયારે એલ્યુમિનિયમના ભાવ બેથી અઢી ટકા ગબડી ૨૨૦૪ ડોલર રહ્યા હતા. જસતના ભાવ ત્રણથી સાડા ત્રણ ટકા તૂટી છેલ્લે ૩૦૮૦ ડોલર રહ્યા છે.

(9:46 am IST)