ધંધા પાણી
News of Thursday, 17th May 2018

એપ્રિલમાં વેપાર ખાદ્ય વધીને ૧૩,૭૨ અબજ ડોલરે આંબીઃ નિકાસ સીમિત-આયાત ઊંચી

નિકાસ ૫મા ટકા વધી અને આયાતમાં ૪.૬ ટકાનો વધારો

નવી દિલ્હી તા; ૧૫ એપ્રિલમાં વેપારખાદ્ય વધી છે નિકાસમાં મર્યાદિત વૃદ્ઘિદરની સામે આયાત ઊંચા સ્તરે રહેતા વેપાર ખાધ સતત વધી રહી છે. એપ્રિલમાં ભારતની વેપાર ખાધ વધીને ૧૩.૭૨ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે.જયારે ગત વર્ષેના સમાનગાળામાંવેપારખાધ ૧૩.૨૫ અબજ ડોલર નોંધાઇ હતી.

  એપ્રિલમાં દેશમાંથી માલસામાનની કુલ નિકાસ વાર્ષિક સરખામણીએ ૫.૨ ટકા વધીને ૨૫.૯ અબજ ડોલર થઇ છે. જયારે કુલ આયાત પણ ૪.૬ ટકા વધીને ૩૯.૬ અબજ ડોલર થઇ છે. આ ધોરણે વેપારખાધ ૧૩.૭૨ અબજ ડોલર નોંધાઇ છે. એપ્રિલમાં પેટ્રોલિયમ પ્રોડકટ, ઓર્ગેનિકસ અને અન-ઓર્ગેનિકસ કેમિકલ્સ, જેમ્સ-જવેલરીની નિકાસ દ્યટી છે. તો દવા અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડકટની નિકાસમાં વૃદ્ઘિ જોવાઇ છે.

(9:51 am IST)