ધંધા પાણી
News of Thursday, 17th May 2018

એપ્રિલમાં ઓઈલના માંગ વધીને ૧૭૭ લાખ ટને પહોંચી

ફ્યૂઅલ તરીકે સૌથી વધારે વપરાતા ડીઝલની માંગ ૭૨ લાખ ટન થઈ

નવી દિલ્હી, તા.૧૭ : દેશમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ સતત વધી રહયો છે. એપ્રિલમાં ઓઈલના વપરાશમાં ૪.પ ટકા વધીને ૧૭૭ લાખ ટન રહી હતી. જયારે ગતવર્ષે  ઓઈલની માગ ૧૬૯ લાખ ટન હતી. તેવું ઓઈલ મિનિસ્ટ્રીની પેટ્રોલિમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ઉપરથી જાણવા મળ્યુ છે.

દેશની કુલ ઓઈલની વપરાશમાં ડિઝલ ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ગત મહિના ડિઝલની માંગ ર.૭ ટકા વધીને ૭ર લાખ ટન થઈ છે. જયારે ગેસોલાઈનનું વપરાશ ૯.૩ ટકા વધીને ર૩ લાખ ટન થયુ છે. જયારે લિકિવફાઈડ પેટ્રોલિયમ ગેસની વપરાશ ૧૩ ટકા વધીને ૧૯ લાખ ટન થઈ છે. જયારે પેટ્રોલિયમ કોકની માંગ ૦.૭ ટકા વધીને રર લાખ ટન જોવા મળી છે. અગાઉના વર્ષના સમકક્ષ ગાળાની તુલનાએ બ્રેન્ડ ક્રૂડમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં ફ્યૂઅલ તરીકે સૌથી વધારે ડિઝલનો ઉપયોગ થયા છે જે અત્યાર નવી વિક્રમી સપાટી બોલાઈ રહ્યો છે. દેશમાં જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવે છે.

(9:51 am IST)