ધંધા પાણી
News of Friday, 14th September 2018

મારૂતિ સુઝુકીએ ઈગ્નિસની લિમિટેડ એડિશન કરી લોન્ચ:ડેલ્ટા વર્ઝનની કિંમત :5,27 લાખ

નવી દિલ્હી :ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ પોતાની ક્રોસ હેચબેક કાર Ignisની લિમિટેડ એડિશનને લોન્ચ કરી દીધી છે. કારના ડેલ્ટા વર્ઝનની કિંમત 5.27 લાખ રૂપિયા અને ઓટોમેટિક વર્ઝનની કિંમત 5.82 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કારમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. Ignisની સિધી ટક્કર ટિયાગો એનઆરજી અને આઈ10 સાથે થશે.

(12:29 am IST)