ધંધા પાણી
News of Wednesday, 14th February 2018

ટોયેટાની ઓલ ન્યુ ક્રિઝર ડીઝલ વેરિએન્ટ ઓટો એકસ્પોમાં લોન્ચ

નવી દિલ્હી, તા.૧૩ : ટોયેટોની ઓલ ન્યુ ક્રિઝર ડીઝલ વર્ઝન લોન્ચ કરાઈ છે. જાપાનની વ્હીકલ મેન્યુફેકચરિંગ કંપની ટોયોટાએ ઑટો એકસપો ૨૦૧૮માં ઓલ ન્યૂ ક્રીઝર (ડીઝલ વેરિએન્ટ) લોન્ચ કરી છે. કંપનીએ જણાવ્યું કે, આ પાવરફુલ SUVમાં રેઇન સેન્સિંગ વાઇપર્સની સાથે ફ્રન્ટ વિન્ડશીલ્ડ, અડેપ્ટિવ રાઇટ હાઇટ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ડાઉનહિલ અસિસ્ટ કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ અને ટર્ન આસિસ્ટ જેવા આધુનિક ફિચર્સ આપવામાં આવ્યાં છે. જે તેને અન્ય એસયુવી કરતાં અલગ બનાવે છે.

(10:22 am IST)