ધંધા પાણી
News of Wednesday, 14th February 2018

સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી વધી માંગના આધારે ભાવની વધઘટ નિર્ભર

રાજકોટ, તા.૧૪ : સૌરાષ્ટ્રમાં મગફળીના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. મિલ ડિલિવરીમાં પણ અગાઉની તુલનાએ વેચવાલી વધી છે. આગળ જતા માંગના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે તેમ મનાય છે. મગફળીની વેચવાલી સામે જો ઘરાકી નહિ રહે તો ભાવમાં ઘટાડાની શકયતા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો વધી રહી છે. સૌરાષ્ટ્રમાં અંદાજે ૩૫થી ૪૦ હજાર ગુણી મગફળીની આવકે થતી હોવાનું મનાય છે. જે આગાઉ ૨૦ હાજર ગુણી આસપાસની આવક હતી. આમ આવકોમાં પહેલાની તુલનાએ વધારો જોવાયો છે.

(9:57 am IST)