ધંધા પાણી
News of Wednesday, 14th February 2018

નવી હળદરની આવકો વધતા જૂનીમાં છેલ્લા ૨૦ દિ'માં કવીન્ટલે ૧૦૦૦ તૂટયા

ઇરોડ મથકે નવી હળદરમાં પણ ૨૦૦નો ઘટાડો

રાજકોટ, તા.૧૪ : દેશમાં હળદરના મુખ્ય મથકોએ નવી હળદરની આવકો વધતા ભાવમાં દબાણ જોવાઈ રહયું છે. નવી હળદરની આવકો વધતા જૂની હળદરના ભાવમાં છેલ્લા ૨૦ દિવસમાં જ કવીન્ટલે ૧૦૦૦નો ઘટાડો થયો છે. ઇરોડ મથકે નવી હળદરની ૭૦૦ ગુણીની આવક થઇ હતી અને અને ભાવમાં કવીન્ટલે ૨૦૦નો ઘટાડો થયો હતો. જયારે જૂની હળદરની ૨૧૦૦ ગુણીની આવક થઇ હતી.

નવી ફિંગર કવોલિટીના ૬૨૦૦થી ૭૬૫૫ના ભાવ અને રૂટ કવોલિટીના ૬૦૯૯થી ૭૨૯૯ના ભાવ હતા. જયારે જૂની હળદરના ફિંગર કવોલિટીના ૫૫૦૦થી ૮૫૦૦ અને રૂટ કવોલિટીના ૫૨૦૦ થી ૭૩૦૦ સુધીના ભાવ હતા.

(9:52 am IST)