ધંધા પાણી
News of Wednesday, 14th February 2018

નવી સીઝનના પ્રારંભે મરચામાં ઝડપી તેજી સાઉથમાં ઉત્પાદન ઘટતા ભાવ ઊંચા ખુલ્યા

ગતવર્ષની તુલનાએ ભાવ કવીન્ટલે ૫૦૦૦ ઊંચા કવોટ થયા

રાજકોટ, તા.૧૪ : મરચાની નવી સીઝનના પ્રારંભે ભાવમાં ઝડપી તેજીનો માહોલ જોવાયો છે. સાઉથમાં મોટાભાગના રાજયોમાં મરચાનું ઉત્પાદન ઘટ્યું હોવાથી ભાવમાં તેજી જોવાઈ હોવાનું મનાય છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં મરચાનું ઉત્પાદન ઘટ્યું છે. ખમ્મામ મંડીમાં મરચાનો સરેરાશ ભાવ ગયા વર્ષની તુલનાએ કવીન્ટલે ૫૦૦૦ ઊંચા કવૉટ થઇ રહયો છે.

સાઉથની મંડીમાં મરચાનો ભાવ પ્રતિ કવીન્ટલ ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ વચ્ચે બોલાય રહયો છે. જયારે ગંટુરમાં ૯૫૦૦ પ્રતિ કવીન્ટલ ભાવ હતો. તેલંગાણામાં ગયા વર્ષે મરચાનો ૩ લાખ ટનનો વિક્રમી પાક થયો હોવાથી ભાવ નીચા હતા.

વેપારીઓના માનવા મુજબ તેલંગાણામાં મરચાનું ઉત્પાદન ચાલુ વર્ષે ૨ લાખ ટન થવાનો અંદાજ છે. મરચાની આવક વધતા ભાવમાં ઘટાડો જોવાઈ શકે છે. પરંતુ હાલમાં નવી આવક ધીમી હોવાથી ભાવમાં તેજીનો માહોલ છે. (૨૪.૨)

(9:51 am IST)