ધંધા પાણી
News of Tuesday, 13th February 2018

ક્રુડતેલમાં ઘટયા ભાવથી સપ્તાહના પ્રારંભે રિકવરીઃ બે મહિનાના તળિયેથી ઊંચકાયું

રાજકોટ, તા.૧૩ : ક્રૂડમાં ઘટ્યા ભાવથી નવા સપ્તાહના પ્રારંભે રિકવરી જોવાઈ છે. ગયા સપ્તાહે ૧૦ ટકાના ભારે ઘટાડા બાદ  ક્રુડમાં રિકવરી જોવા મળી રહી હતી. વૈશ્વિક માર્કેટમાં ક્રુડ ૨ મહિનાના નીચલા સ્તરથી અંદાજે ૧ ટકા જેટલું સ્થિર થયું જોવા મળ્યું હતું. જોકે નાયમેકસ પર ક્રુડના ભાવ ૬૦ ડૉલરની નીચે જોવા મળે છે. અમેરિકામાં ક્રુડનું ઉત્પાદન વધવાનું અનુમાન છે. કારણકે ઓઈલ રીગની સંખ્યા છેલ્લા ૩ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.

 

(9:53 am IST)