ધંધા પાણી
News of Thursday, 14th June 2018

શેરડીના ખેડૂતોને વિલબિત ચુકવણીના કિસ્સામાં મિલો ૧૫ ટકાના દરે વ્યાજ ચૂકવે તેવી માંગણી

નવી દિલ્હી, તા.૧૪ : ખેડૂતોના સંગઠને શેરડીની લેણી રકમની વિલંબિત ચૂકવણીના કિસ્સામાં ખાંડ મિલો ૧૫ ટકાના દરે વ્યાજની ચૂકવણી કરે તેવી માગણી કરી છે. ખેડૂતોની લેણી રકમનો આંકડો ૨૨,૦૦૦ કરોડની સપાટી વટાવી ગયો છે.

રાષ્ટ્રીય કિસાન મજદૂર અંગઠને જણાવ્યું છે કે, સરકારે ખાંડ મિલો માટે૭,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે પણ તેનાથી ખેડૂતોને કોઈ લાભ થવાનો નથી ખાંડ મિલોને વિક્રમી ઉત્પાદનના કારણે ભાવ પડતરથી નીચે જતા મોટાપાયે ખોટ કરવાનો વારો આવ્યો છે. ખાંડનુ ઉત્પાદન ૩૧.૫ મિલિયન ટનની વિક્રમી સપાટીએ પહોંચ્યુ છે. તેની સામે ઘરઆંગણાની માગ ૨૫ મિલિયન ટનની છે.

સંગઠનના સંયોજક વી.એમ.સીંધે જણાવ્યું હતું કે ચુકવણીની કટોકટી દર વર્ષે ચાલુ રહે છે.ભલે પછી ખાંડના ભાવ ઉંચા હોય કે નીચા હોય તેનુ કારણ રાજયો વૈધાનિક જોગવાઈ પ્રમાણે વિલંબિત ચૂકવણીના કિસ્સામાં ૧૫ ટકાના વ્યાજની વસુલાતની જોગવાઈને અમલમાં નથી મૂકી રહી.

(10:22 am IST)