ધંધા પાણી
News of Tuesday, 13th March 2018

મગફળીની વધતી વેચવાલીઃ કોમર્શિયલ સીંગદાણાના ભાવમાં વધુ ૫૦૦નો ઘટાડો

રાજકોટ, તા.૧૨ :  બજારમાં મગફળીની વેચવાલી વધતી જાય છે અને સીંગદાણામાં ખાસ લેવાલીના અભાવે ભાવમાં નરમાઇનો માહોલ જોવાઈ રહ્યો છે. કોમર્શિયલ સીંગદાણાના ભાવમાં ટન દીઠ વધુ ૫૦૦નો ઘટાડો થયો છે અને ભાવ ૫૨,૫૦૦ની સપાટીએ સરકયો છે.

જાણકારોના માનવા મુજબ મગફળીના નીચા ભાવ છતાં બજારમાં વેચાવલીમાં વધારો થયો છે. બીજી તરફ સરકારે માત્ર નોંધાયેલ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી છે. ત્યારે હવે આગળ ઉપર વેચવાલી વધશે તો ભાવમાં વધુ  ઘટાડો થવાની શકયતા છે. બીજું કે ગરમીના કારણે પણ ખેડૂતો વેચાણ વધારી રહ્યાં છે.

 

(10:21 am IST)