ધંધા પાણી
News of Tuesday, 13th March 2018

વૈશ્વિક બજારમાં સોના ચાંદીમાં દબાણ સ્થાનિક બજારમાં સાવચેતીનો માહોલ

રાજકોટ, તા.૧૩ :  વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં દબાણ જોવાઈ રહ્યું છે. જોકે સ્થાનિક બજારમાં સુસ્ત માહોલ વચ્ચે સાવચેતીનો સુર જોવાઈ રહ્યો છે. જાણકારોના માનવા મુજબ અમેરિકામાં રોજગારના સારા આંકડાઓ બાદ વૈશ્વિક બજારમાં સોનામાં દબાણ દેખાઈ રહ્યું છે. સોનું ૧૩૨૫ ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. જયારે ડૉલરમાં નરમાશથી સ્થાનિક બજારમાં સોનામાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

સોનાની સાથે ચાંદીમાં સુસ્તી દેખાઈ રહી છે. વૈશ્વિક  બજાર સાથે સ્થાનિક બજારમાં પણ ચાંદીમાં નરમાશ જોવા મળી રહી છે. પાછલા સપ્તાહે જાહેર થયેલા નોન ફાર્મ  પેરોલના ડેટા મુજબ અમેરિકામાં ૩.૧૩ લાખ લોકોને રોજગાર મળ્યો છે. જે પાછલા દોઢ વર્ષમાં સૌથી વધારે છે.

(10:20 am IST)