ધંધા પાણી
News of Tuesday, 13th March 2018

મેટલમાં નરમાઇનો માહોલઃ ભંડાર ઘટતા નિકલમાં ઉછાળોઃ એલ્યુમિનિયમમાં દબાણ

ગયા સપ્તાહે એલએમઈના ગોદામોમા નિકલનો ભંડાર ૧૩ ટકા ઘટ્યો

રાજકોટ, તા.૧૩ :  બેઝ  મેટલમાં મિશ્ર કારોબાર જોવાઈ રહ્યો  છે. કોપર, લેડ, ઝીંક સહિતમાં સ્થાનિક બજારમાં નરમાઇનો માહોલ જોવાઈ રહ્યો છે. જયારે વૈશ્વિક બજારમાં નિકલમાં ઉછાળો નોંધાયો છે. લંડન મેટલ એકસચેન્જ ખાતે ભંડાર ઓછો થવાથી ચીનમાં નિકલના ભાવમાં અંદાજે સાડા ૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. પાછલા સપ્તાહે એલએમઈ ના ગોદામોમા નિકલનો ભંડાર ૧૩ ટકા ઓછો થઈ ગયો હતો. બીજીતરફ  અમેરિકામાં ઈમ્પોર્ટ ડ્યુટી વધવાથી એલ્યુમિનિયમમાં દબાણ જોવા મળી રહ્યું છે. જયારે સ્થાનિક બજારમાં તમામ  મેટલ્સમાં  નરમાશ  સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

 

(10:20 am IST)