ધંધા પાણી
News of Wednesday, 12th September 2018

વેશ્વિક બજારમાં ઘઉંમાં ઘુંટાતી મંદી શિકાગો વાયદામાં ત્રણ સપ્તાહમાં ૧૨ ટકાનો કડાકો

રશિયામાંથી ઘઉંની મર્યાદીત નિકાસ થયાના અહેવાલ

રાજકોટ, તા.૧૨ : વૈશ્વિક બજારમાં ઘઉંમાં મંદી આગળ વધતી જણાય છે. જોકે  ઘરઆંગણે ઘઉંના ભાવ મજબૂત બોલાય રહ્યાં છે. રશિયામાંથી ઘઉંની મર્યાદીત નિકાસ થયાના હવાલે શિકાગો ઘઉનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શિકાગો ખાતે ઘઉંનો વાયદો વીતેલા સપ્તાહે છ ટકા ઘટ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં ઘઉનાં ભાવમાં સરેરાશ ૧૨ ટકાનો કડાકો બોલી ગયો છે. આગામી દિવસોમાં પણ ઘઉંનાં ભાવમાં હજી ઘટાડો થાય તેવી સંભાવના હોવાનું જાણકારો માની રહ્યાં છે.

(9:53 am IST)