ધંધા પાણી
News of Wednesday, 12th September 2018

ઓગસ્ટમાં તેલીબિયા ખોળની નિકાસ ૬ ટકા વધીને ૨.૨૮ લાખ ટને પહોંચી

જુલાઈની તુલનાએ એરંડાખોળની બમણીઃસોયાખોળની ઘટી

રાજકોટ, તા.૧૨ : દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં વધારો થયો છે. જેમાં એરંડાખોળ અને રાયડાખોળની નિકાસમાં જબરી વૃદ્ઘિને કારણે સરેરાશ નિકાસમાં છ ટકાનો વધારો થયો છે. જોકે સોયાખોળની નિકાસમાં દ્યટાડો જોવાયો છે.

સોલ્વન્ટ એકસટ્રેકટર્સ એસો. ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ઓગસ્ટમાં તમામ તેલીબિયા ખોળની નિકાસ ૨.૨૮ લાખ ટન થઇ છે. જેને જુલાઇમાં ૨,૧૪ લાખ ટન થી હતી. આમ નિકાસમાં છ ટકાનો વધારો થયો છે. જેમાં એરંડાખોળની નિકાસ ૭૪૩૫૫ તણથી છે. જે જુલાઈમાં ૩૪૫૮૦ ટન થઇ હતી. આમ એરંડાખોળની નિકાસમાં બમણાથી વધુનો વધારો થયો છે. જયારે સોયાખોળની નિકાસ ૬૩૭૪૮ ટન થઇ છે, જે જુલાઇમાં ૫૯૬૪૩ ટનની થઇ હતી.

(9:52 am IST)