ધંધા પાણી
News of Wednesday, 12th September 2018

દેશમાં ટેકાના ભાવથી ચોખાની ૩૮૦ લાખ ટનની સરકારી ખરીદીઃ લક્ષ્યાંકથી વધારે

પંજાબ, છત્તીસગઢ, યુપી, હરિયાણા, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાંથી સૌથી વધુ ખરીદી

રાજકોટ, તા.૧૨ : દેશમાંથી ટેકાના ભાવથી ચોખાની ખરીદી ૩૮૦ લાખ ટન થઇ છે, જે લક્ષ્યાંક કરતા વધુ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ના આંકડા મુજબ ચાલુ સીઝનમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચોખાની કુલ સરકારી ખરીદી ૩૮૦ લાખ ટન થઇ છે, જે સરકારે નક્કી કરેલ ૩૭૫ લાખ ટનના લક્ષ્યાંક કરતા પાંચ લાખ ટન વધારે છે.

ગતવર્ષે ખરીફ સીઝનમાં એફસીઆઇએ કુલ ૩૪૩,૫ લાખ ટન ખરીદી કરી હતી. જયારે લક્ષ્યાંક ૩૩૦ લાખ ટનનો હતો. આ ચાલુ વર્ષે ખરીદી ગત વર્ષ કરતા અને લક્ષ્યાંક કરતા વધી છે.

દેશમાં ચોખાની સૌથી વધુ ખરીદી પંજાબ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા અને આંધ્રપદેશમાંથી થયેલ છે.

(9:50 am IST)