News of Thursday, 12th July 2018
GNFC બે વર્ષમાં નવા પ્રોજેકટ માટે ૨,૦૦૦ કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, તા.૧૨ : ગુજરાત સરકારની માલિકીની અને નફો કરતી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) આગામી બે વર્ષમાં નવા પ્રોજેકટ માટે કુલ ૨,૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કંપની તેના મહત્ત્વના TDI (ટોલ્યૂન-ડાઈ આઈસોસાઈનેટ) પ્લાન્ટની ક્ષમતા વધારવા ઉપરાંત ડાઈ કેલ્શિયમ ફોસ્ફેટનો નવો પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
(12:38 pm IST)